દયાના બજારો સજાવી બેઠા લૈ વેંચે લાગણી
================
શબ્દોની છણાવટ અર્થોના બઝારમાં પેદા કરવાથી ભૂખ મટશે ?
ભાષાની વિલાસિતામાં આળોટવાથી શું ભૂખના ભંડારો ઘટશે ?
મનની ભૂખ તો કદાચ ઓછી પણ થશે રે આ તન ની ભૂખનું શું ?
આડંબરે વસાવ્યા રાજ મહેલ સત્યના દરબારો મજબૂરી તોરણે
અમે ભાષાને બહુ વાગોળી વિચારોના ઓજારે મહેલ સજાવ્યા
થાક્યા ત્યાં ભૂખ સંતોષવા ન કોડી પાઈ ખાવો શું આ મહેલને ?
નર્મદ જેવા વિરલા ભાગ્યેજ એકાદ મળે સૌને સંપ્પત્તિએ સગાઇ
કલાનું એકાદુ અંગ પકડીને વૈતરણી તરી જવા નીકળયા ભાઈ
એકના આશરે બીજાના સહારે તીજા ચોથાને કરવા એક લાઈને
લૈ ટાકણાં શબ્દઅર્થ વાણી વ્યવહારનાં ગટનામાં ગૉથા ખાઈએ
લૈ ઉદેશ અર્થો પાજનાનો ભૂખને કઈ લેવાદેવા નૈં ઐ આ નાટકને
સજાવ્યા મહેલ મોભા સત્તા સંપત્તિ શાનના ઐ આડમ્બરી ઓજારે
કણસતી જોઈ નીતિ નીયતી થૈ ગરીબડી ન્યાયની ભીખ માગતી
કોઈનેય દયા નથી જે દયાના બજારો સજાવી બેઠા લૈ વેંચે લાગણી
===પ્રહલાદભાઈ પ્રજાપતિ ,, 3 / 9 /2024
No comments:
Post a Comment