Monday, 18 March 2024

 સમ્બન્ધોના સહકાર બે ચાર આંસુએ 

================

અહીં ભાવનાઓની દુવિધાઓ થૈ સરભર આંસુએ 

ફરી નવાં નિશાને કસી કમર આ બે ચાર આંસુએ 


યુદ્ધના મંડાણે સમરાંગણ ઘણાંય થયાં છે સરભર ઐ

નૈ બમ બંદુક સૈન્ય સુનામી કારભાર બે ચાર આંસુએ 


રાજપાટનાં ભોગ વિલાસ વળી દુર્દશાનાં દર્શન અહીં 

હાલાત બધાય વગોવાઇ સમજાય ઐ બે ચાર આંસુએ  


ઐ મીઠા જળનાં મોલ અને દરિયાની ખારાશ એક થૈ 

જુઓ તરાપા ઉતરે ભવપાર થૈ  એક  બે ચાર આંસુએ 

===પ્રહલાદભાઈ  પ્રજાપતિ ,,,,18/3/2024

No comments:

Post a Comment